આંખમાં અરજી અમારી હોય છે,
એમ તો મરજી ખુદાની હોય છે.
એ રીતે મુખ પર ખુશી દેખાય છે,
ફૂલના ગાલો ગુલાબી હોય છે.
યાદ આવે છે અતીતનો વારસો,
આ ઈમારત જો પુરાણી હોય છે.
સાંજ વેળા થાક પ્હોંચે છે ઘરે,
આંખના પ્યાલા સવાલી હોય છે.
રોજ મહેફિલ કેફમય થઇ જાય છે,
ચાયમાં વાતો તમારી હોય છે.
સિદ્દીકભરૂચી