જયાં આશાઓના વાદળ જ ના બંધાયા હોય ત્યાં,
જળની સરવાણી બનવાની ભૂલ નથી કરતી આ આંખો.
જયારે હ્રદયના ભાવ ભલે છલકાતા હોય પણ,
રૂક્ષ હ્રદય સામે મૃગજળનું ઝરણું બનવાની ભૂલ નથી કરતી આ આંખો.
જયારે લાગણીઓ ઉપર ધૂંધળુ આવરણ બાઝી જાય ને ત્યારે,
ઉષ્મા બની પીગાળવાની ભૂલ નથી કરતી આ આંખો.
સ્વાભિમાન તો હ્રદયમાં છલકાય છે પણ,
નિરર્થક રૂઆબ દેખાડવાની ભૂલ નથી કરતી આ આંખો.
આંખોનું મંજર કહે છે કે કંઈ નહીં,
ન કહીને પણ ઘણું બધું કહીજાય છે આ આંખો.
પણ જ્યારે અણસમજુ લોકમેળાપ થાય ને ત્યારે,
શબ્દોથી સમજાવવાની ભૂલ પણ નથી જ કરતી આ આંખો….
પ્રતિભા સંગાડા