આંગળીના ઈશારાઓથી એ વાતો કરે છે,
અવાજ નથી છતાં બોલવાનો પ્રયત્ન કરે છે,
હા એ બોલી ને સાંભળી શકતા નથી છતાં,
તમારી સાથે સામાન્ય બનવાનો પ્રયત્ન કરે છે,
અસામાન્ય બની સામાન્ય જીવવું મુશ્કેલ છે એમને માટે,
જયારે કોઈ બહેરા મૂંગા સમજી એમનો ધિક્કાર કરે છે,
તમારી વાતો એ સરળતાથી સમજી શકે છે ને,
એમની વાતો સમજાવાના એ અનેક પ્રયત્ન કરે છે,
પોતાના વિચારો પોતાના દુઃખો મનમાં જ દબાવી રાખે છે,
એમની સાથે વાતો કરવા ક્યાં કોઈ એમને મળે જ છે,
હક અને અધિકારમાં પણ એમને ગૌણ ગણે છે,
અવાજ વિનાની એમની દુનિયાને ક્યાં મહત્વ મળે છે,
આસાન નથી હોતું અવાજ વગર આ દુનિયા માં જીવવું,
છતાં પણ એ કદમ થી કદમ મિલાવવાનો પ્રયત્ન કરે છે..!
– અલ્પેશ પ્રજાપતિ