આંધળો વિશ્વાસ રાખે તેને ના અંધ કરો
રામ જ રાખતાં હોય એને ચાખવાનું બંધ કરો
દેવદુર્લભ છે કળિયુગમાં સતયુગિયાં મળવા
ભોળાને છેતરીને નર્કને પામવાનું નાપસંદ કરો
સત્ય,પ્રેમ,કરુણાથી જીવે છે જે તેને જીવવાં દો
બ્રહ્માંડ હચમચાવે એવી હાય લેવાનું બંધ કરો
‘અહીંનું અહીં જ છે’ તે સનાતનને સ્વીકારીને
હરામની હોય લંકા તોય ઠોકરે દેવાનું પસંદ કરો
બળ,બુદ્ધિ ને વંશની સલામતી છે માત્ર નીતિમાં
યમરાજનાં ચોપડે પુણ્યનું ભાથું અકબંધ કરો
-મિત્તલ ખેતાણી