“આંધીમાં દીપકનું”વિસ્મય થઇ જશે,
ત્યાં તને મારો પરિચય થઇ જશે.
આંધીઓ ક્યાં લગ પરિચય આપશે,
એક ‘ દિ પૂરો અભિનય થઇ જશે.
ચાંદ ! ઘૂંઘટમાં જ રે’ વાદે તને,
તારકોના દિલ પરાજય થઇ જશે.
જ્યાં મદિરાના છે જલ્સા, દોસ્તો!,
ત્યાં સિયાસતના સુરાલય થઇ જશે.
ખૂબ સાચા લોકની વસ્તી છે, આ,
ભૂલ કરશે તો હિમાલય થઇ જશે.
સિદ્દીકભરૂચી