તારો બની ઝગમગ થતી,
આકાશનાં અંધાર માં,
ચાંદો બની તગતગ થતી,
આકાશના અંધારમાં
ચોફેર જોતી ચાંદની,
દોટે પકડવા ચાહતી.
પવને તરી ફર ફર થતી,
આકાશના અંધારમાં
આશા નવી ઘૂંટી રહી,
શ્ર્વાસે પછી રીઝ્યા કરું.
ટાઢે ઠરી થરથર થતી,
આકાશના અંધારમાં
રંગો રસે પૂરાય ત્યાં,
આભે પછી નૂરાય ત્યાં.
વ્હાલે પછી છલછલ થતી,
આકાશના અંધારમાં
સોણા સતાવે રાતભર,
ઊંઘે જ ક્યાંથી કોકિલા?
જાગે પછી હલ ચલ થતી,
આકાશના અંધારમાં
કોકિલા રાજગોર