આજે જન્મ દિવસ છે.
થોડું બેલેન્સ આયુષ્ય નું ઘટ્યું,
બાકી બધું સરસ છે.
કાઢ્યાં એટલાં કયાં કાઢવા હવે,
તોય થોડી માયા ની તરસ છે.
એક માર્ગે દરિયો ખારો સંસારનો
બીજી કેડી એ પ્રભુનો અમૃત કળશ છે.
જીવ,હજું સમજી જાં, કલ્યાણ કર,
બાકી શ્વાસો એ જ મૂડી ને જણસ છે.
થશે શ્વેત વધું કેશ ને દ્રષ્ટિ ક્ષીણ,શ્રાવ્ય મંદ,
મોટાં થવાની પરંપરાની આ ફરજ છે.
ઈશ્વર ની કરન્સી થાય એટલી ભર ભેગી,
સેવા,પ્રેમ,કરુણા એ જ સરસ છે.
ઝુટવે કોઈ,તગેડે, એ પહેલાં મંડ સોંપવા,
નવી પેઢી ની હવે ગરજ છૅ.
-મિત્તલ ખેતાણી