આજે મળ્યા છે!
તો કાલે જુદા પણ થશું!
ખબર નહિ હોય!
કોણ ક્યાં ક્યાં જશું!
યાદોમાં રહી જશે મિત્રો બધાં,
જ્યારે એકબીજાથી દૂર થશું!
દૂર રહેશું એકબીજાથી,
તો દિલમાં વસીને રહેશું!
કરશો યાદ દિલ થી,
તો યાદ પણ આવશું!
જ્યારે આવશે યાદ મિત્રોની,
ત્યારે તેને ફોન કે મેસેજ કરશું!
રહેશે જિંદગી આપણી,
તો ફરી મુલાકાત કરશું!
આજે મળ્યા છે!
તો કાલે જુદા પણ થશું!
ખબર નહિ હોય!
કોણ ક્યાં ક્યાં જશું!
મિત્રતા કરશું એકબીજા સાથે,
તો તેને આપણે દિલથી નિભાવશું!
જ્યારે મુલાકાત કરશું!
ત્યારે જૂની યાદો તાજા કરશું!
ભૂલે નહિ બધાં મિત્રો એકબીજાને,
એવી યાદો ભીતરમાં મૂકતા જશું!
જિંદગી એક દિવસ,
તો આપણે દગો દઈ જશે!
ત્યારે મૌત પણ,
આપણે સ્વીકારી લેશું!
રહી જશે મિત્રોની યાદી,
બસ એકબીજાના દિલમાં!
જ્યારે જિંદગીના,
છેલ્લા શ્વાસ લેશું!
આજે મળ્યા છે!
તો કાલે જુદા પણ થશું!
ખબર નહિ હોય!
કોણ ક્યાં ક્યાં જશું!
અજય ગૌસ્વામી “અર્શ”