આજે દુનિયા ઈમ્પ્રેસ કરવામાં માને છે,
હકીકત માં તો એક્સપ્રેસ કરવાનો સમય છે.
ટેન્શન માથે એટલુ લઈને ફરે છે,
અટેન્શન સાચુ આપવાનુ ભુલી જાય છે.
કનફ્યુઝ વાત વાત મા એટલો થાય છે,
એટલે જ માણસ વારે વારે યુઝ થાય છે.
નકામુ કારણ વગરનો ઈન્સપાયર થવા જાય છે,
એમા જ તો કારણ વગરનો એક્સપાયર થઈ જાય છે.
ડીપ્રેશન ની બંદૂક માથે લઈ ફર્યા કરે છે,
આમ જ ખોટા ડીસીઝન લઈ મરયા કરે છે.
– સુનિલ ગોહિલ