આજ મારે ડૂબવું છે ઉરમાં,
પ્રેમને તો પામવું છે પૂરમાં!
જોઈ લીધા લાખ માણસને અહીં,
પણ રહેવાનું ગમે છે સ્ફૂરમાં!
ખૂબ સુંદર છો તમે દેખાવથી,
આંખ મારી અંધ બનશે નૂરમાં.
કોઈ પણ ફરિયાદ લાવીશું નહીં,
સ્થાન આપોને તમારા સૂરમાં.
લાગણીથી જીવતા સંબંધ તો,
સ્વાર્થના કેડે ભળ્યા રે ઝૂરમાં.
હાસ્ય ફેલાવે છે અઢળક ફાયદા,
મતિ ગુમાવી સૌ એ ક્રોધી ક્રૂરમાં.
થાક લાગી જાય છે બહુ એટલે,
મેં જલાવ્યો “દીપ” હૈયે તૂરમાં.
સ્ફૂર – તેજ બુધ્ધિ
તૂર – ઉતાવળ
ઝૂર – વ્યર્થ
દીપ ગુર્જર