રાક્ષસોના ક્રૂર પંજામાં ફફડતી ,કુમળી કળીઓ… શાને?
બળાત્કારી ઓ પર રહેમ… શાને?
પ્રજાને પાયમાલ કરનારાઓની મનમાની… શાને?
જગતના તાતના અપમૃત્યુ… શાને?
આતંકીઓને સગવડ… શાને?
આત્મગૌરવ નું અવમૂલ્ય… શાને?
લોકશાહી ને નિષ્પ્રાણ બનાવતી ચમચાગીરી… શાને?
બાળકો પર ભણતરનો ભાર… શાને?
કાળાનાણાં ના કસબીઓ ને જલસા… શાને?
સતાને દાસી બનાવનારાઓની અંધભક્તિ… શાને?
ન્યાય, સમાનતા, અભયની આઝાદી ક્યારે???
આ બધાંમાંથી આઝાદી ક્યારે???
જયશ્રી શિયાલવાલા