વસંતને વર્ષાની શરૂઆતને આતો કેવી ઢળતી સાંજ,
હૈયાની લાગણીના વિરહનો જાણે કેમ કળતી સાંજ,
પ્રેમની વર્ષામાં હૈયાની કટોકત અહેસાસ કરાવતી,
બહેના તુંજ વિના સદાય સઘળી સળગતી સાંજ,
તપતી હતી કેટકેટલાક મહિનાથી આ વરસાદી સાંજ,
સાજણ તારા વિયોગે કેમ આટલી રીતે ગળતી સાંજ,
થયો છું હું તારા સંગે જીવવાનો ભવભવનો બંધાણી,
નયને દરિયો છલકાતા મનને મળતી ઢળતી સાંજ,
કરી પ્રથમ પ્રેમ પ્રણયની એકબંધ એક તુજ મુલાકાત,
તારી યાદોમાં જ ક્ષણિકમાં કેમ આમ ઢળતી સાંજ,
મયુર રાઠોડ ‘દુશ્મન’