આત્મવિશ્વાસ એક અદ્ભુત ઉપહાર
આત્મવિશ્વાસ હોય, તો જગ જીતી લેવાય
કોય કર્યા અઘરું ન લાગે
હર એક કામમાં આનંદ આવે.
આત્મવિશ્વાસ હોય, તો હકારાત્મક રેહવાય
બીજાને મદરૂપ થવાની ઈચ્છા જાગે
પોતા માટે પ્રેમ અને આદર છલકાય
હર પડકારનો સામનો કરવાની હિમ્મત જાગે.
પણ એક મોટો સવાલ…
આત્મવિશ્વાસ લાવવો ક્યાંથી?
શું બજારમાં વેચાતો મળે છે?
કે પછી કોઈ ઉપહારમાં આપી જશે?
ડગલે ને પગલે, હર એક કદમ પર
જીવનની ઝીણી ઝીણી વસ્તુઓને
સંકલ્પ ની સાથે હલ કરો
નિષ્ફળતા મળે, તો ડરો નહિ
ફરી જોરશોરથી પ્રયત્ન કરો
આત્મવિશ્વાસ ક્યાં જાશે
કેટલો દૂર ભાગશે
તમારી જિદ્દ ની સામે
એને નમન કરતા આવવુ જ પડશે
એને તમારી પાસે બેસાડી
જકડી રાખજો,
જીવન ભર તમારો દોસ્ત બનાવી
એના સાથનો લાભ ઉપાડો.