આથમતા સૂર્ય સાથે,
આથમી ગયેલા સંબંધોના ઘાને મલમ કર્યા,
થયેલી ગેરસમજ અને ભૂલોને માફ કર્યા,
માત્ર એટલું જ કરવાનું રહ્યું કે,
પોતાની જાતને માફ કરવાનું ચૂકી ગયાં!
આથમતા સૂર્ય સાથે,
મિત્રો સાથે વીતેલા પ્રસંગોને યાદ કર્યા,
થયેલા અણબનાવ અને ભૂલોને સમય ની નદીમાં પધરાવી દીધા,
માત્ર એટલું જ કરવાનું રહ્યું કે,
જરૂરતે મિત્રને કામ ન આવી શક્યા એ પસ્તાવાને ગળે હાર કર્યા.
આથમતા સૂર્ય સાથે,
વિતેલી જિંદગીના વિતેલા દિવસો યાદ કર્યા.
થયેલી ભૂલો અને ભોગવેલી વેદનાઓને કબૂલ કર્યા.
માત્ર એટલું જ કરવાનું રહ્યું કે,
દુ
ભાયેલી લાગણી અને પીડાયેલા હૃદય ની માફી માંગી ના શક્યા!
– બુરહાન કાદિયાણી