વહેમ પાળીને જીવી ગયા હશે અનેક અહીં,
ભ્રમિત સફરે નીકળવાની આદત સારી નથી.
મંજૂર ન થઈ હોય બની શકે એના દરબારે,
પણ કહું ખાતરી સાથે ઇબાદત કાચી નથી.
ઉપરી ઉપરી મીઠાશ ભરેલી વાતો ગમે ખરી
સાચું સમજો જો તો એ રાહત કાયમી નથી.
નીકળી શકો ના કદી પણ સમયસર પછી
દોડો ભારી પણ મંઝિલ કોઇ સામી નથી.
શીશ હજારો નમતા રહે છે દિન બ દિન અહીં
પણ પ્રત્યેક ઈસમ કાંઈ સાચો નમાઝી નથી.
નિલેશ બગથરિયા “નીલ”