આપની મ્હેફિલ ત્યજીને ક્યાં જવું?
પર્વને ઝાંખો કરીને ક્યાં જવું?
આપના દિલમાં અમારાં શ્વાંસ છે!
તો કહો,હિજરત કરીને ક્યાં જવું?
‘જૂઠ’ બોલું , ફૂલના ગજરા મળે,
“સત્ય” ભીંતો પર લખીને ક્યાં જવું?
“બંધ થઇ આંખો”તો “ખાલી ઘર થયું”
તો,બધા સપના ગૂંથીને ક્યાં જવું?
નમ્રતાનું મૂલ્ચ ઓછું થઇ ગયું,
પથ્થરો આગળ નમીને ક્યાં જવું?
સિદ્દીકભરૂચી