લગાગા ૪ મુતકારિબ છંદ.
અકારણ છળે શાને આભાસ તારા?
અરીસે મળે શાને આભાસ તારા??
હું ઝરણાં નાં વ્હેણો કદી તાકતી જો?
નિનાદે ખળે શાને આભાસ તારા??
ને વાદળ, સમુંદર, નદીનાં કિનારે!
ભીનાં સૌ જળે શાને આભાસ તારા??
આ જીવન નાં રણમાં જરા પ્યાસ લાગે!
બની જળ કળે શાને આભાસ તારા??
મને શ્વાસ ને આશ હરદમ છળે છે!
સુગંધે મળે શાને આભાસ તારા??
અંજના ગાંધી “મૌનું”