પામવાની એક આશાથી હું મરતી હતી,
પ્રેમ પામી… તેમની યાદે હું ફરતી હતી.
આવતી એ યાદ તારા સાથની આજ પણ…
એ જ તારી યાદમાં મન મારું કસતી હતી.
આજ મારે શૃંગ થાશે મન કહે એવું રે…
રંગ તારા પામું, તેનાથી હું ગમતી હતી.
જીવતર આમ જ હવે ગ્યું તેમની યાદમાં ,
અંત સમયે પણ હું તેની રાહ જોતી હતી.
મૃત્યુ સમયે પામું તમને એ જ ઈચ્છા મને,
પામું તેને, એ જ મનથી આમ મરતી હતી.