વિકરાળ પહાડો સામે હિંમત જવાબ આપે છે,
પહાડ વચ્ચેથી રસ્તો શોધતા આવડી ગયું છે.
વનરાજ ગર્યમાં ભલે ડણક દીધે રાખે,
દહાડ વચ્ચેથી રસ્તો કરતાં આવડી ગયું છે.
કમાડ હોઠની જેમ હકડેઠઠ બીડાયેલ છે,
કમાડ વચ્ચેથી રસ્તો શોધતા આવડી ગયું છે.
સખી ને મારા સિવાય લબાડોના ભરમાર છે,
લબાડ વચ્ચેથી રસ્તો શોધતા આવડી ગયું છે
ભરત હરીની કૃપાવર્ષાની હેલીથી ભીંજાતો રહે,
પાડ વચ્ચેથીયે રસ્તો શોધતા આવડી ગયું છે.
ભરત વૈષ્ણવ