જો ને ! ખીલી છે સંધ્યા શીતળ આ ચાંદથી,
આવીશ જો તું… રંગો પુરાવું આ સંધ્યામાં.
ખીલ્યા છે ફૂલ, અવનવા રંગે આજે,
આવીશ જો તું … સજાવું આ સંધ્યામાં.
કોકિલ કંઠે ગીત ગાતો આ વાયરો,
આવીશ જો તું… સુર લહેરાવું આ સંધ્યામાં.
યાદોની સંગાર્થે ભીંજાત આ નયનો,
આવીશ જી તું… ખુશી છલકાવું આ સંધ્યામાં.