આવે જે પણ મારી કબર પર, તેમના ધર્મ ન પૂછતાં,
હશે કોઈ વ્હાલાજ, તેમનો આવવાનો મર્મ ન પૂછતાં.
સ્વર્ગ, નર્ક બઘું અહીં જ છે જીવતાજીવ ધરતી ઉપર,
વિનંતી છે કે મર્યા પછીકોઈ પણ મારા કર્મ ન પૂછતાં.
જીવનની ઠોકરો ખાઈને, હવે જેમ છું, તેમ બન્યો છું,
સ્વીકારી લેજો, કોઈ મારી જાતિ, મારો વર્ણ ન પૂછતાં.
નવું જીવન લઇને આવીશ ફરી વિખૂટો થઇશ ત્યારે,
પાનખરમાં કેમ અલગ થાય છે બધાજ પર્ણ, ન પૂછતાં.
માનવતા જ મારો ધર્મ, દેશ પ્રત્યે ખુમારી જ જીવન,
કઈ વાતનો ‘અખ્તર’ને આટલો બઘો ગર્વ, ન પુછતાં
અજ્ઞાત