આવ્યો બળેવ નો દિન રે બેનલડી આવ્યો બળેવ નો દિન
આવ્યો રે પ્રેમ નો તહેવાર કરશુ વ્હાલ ના વ્યવહાર
આવ્યો બળેવ નો દિન રે…
થાશે મંગળ ટાણા રે બેનડી ગાશે પ્રેમ ના ગાણા રે
આવ્યો બળેવ નો દિન રે…
કપાળે કંકુ કેરો તિલક વીર ની મલકતી રે ઝલક
આવ્યો બળેવ નો દિન રે…
રાખડી બાંધે પ્રેમ ના તાંતણે રે હરખ ભાઈ ને આંગણે રે
આવ્યો બળેવ નો દિન રે…
ભાઈ ની અણમોલ ની ભેટ ખાઓ મીઠાઈ ભર પેટ
આવ્યો બળેવ નો દિન રે…
બહેન ના આશિષ જ્યાં લેવાય યુવા કવિ ત્યાં સફળ કહેવાય
આવ્યો બળેવ નો દિન રે…
-મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)