વ્રુક્ષ પર સંબંધના પર્ણો નથી,
આ ચલણનો રંગ ઘઉવર્ણો નથી.
જોઉં છું , એને લખું છું શેરમાં,
શ્હેરની ભીંતોના હું કર્ણો નથી.
રાહમાં પથ્થર નથી ખાડાઓ છે,
વાહનો છે ,ત્યાં હવે ચરણો નથી.
ઓગણીસસો વીસના આ શ્હેરમાં,
સૂર્ય છે,પણ સૂર્યના કિરણો નથી.
જિંદગી બેનામ એક અખબાર છે,
મોટીમસ ખબરો છે અવતરણો નથી.
શોધુ છું ‘સિદ્દીક’ મારા ગામમાં,
બાળપણના ક્યાંય સંસ્મરણો નથી.
સિદ્દીકભરૂચી