લોકો કહે છે શું છે ભારત?!!!
તો હું એમને કહેવા માંગુ છું,
જ્યાં જનમ્યાં રામ અને કૃષ્ણ જેવા ઈશ્વર ના અવતાર,
જ્યાં આર્યભટ્ટે શૂન્ય આપી ગણિત ને કર્યું સાકાર,
આ છે મારું ભારત.
અવકાશમાં આજે જે ગ્રહો વિશે વૈજ્ઞાનિકો દ્વારા કહેવાયું છે,
ઋષિ મુનિઓ દ્વારા વેદો માં એ સદીઓ થી સમજાવાયું છે,
આ છે મારું ભારત.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આજે ટેલિસ્કોપ થી માપાયું છે;
પાંચ સદી પહેલા તુલસીજી દ્વારા હનુમાન ચાલીસામાં લખાયું છે,
આ છે મારું ભારત.
જેને આધુનિક યુગમાં આર્કિટેકટ વિજ્ઞાન કહેવાયું છે;
સદીઓ થી ભારતના ગ્રંથોમાં આ નિર્માણ શાસ્ત્ર લખાયું છે,
આ છે મારું ભારત.
રોગો ના નિદાન જેના આયુર્વેદ શાસ્ત્ર માં ઉલ્લેખાયા છે;
જીવન જીવવા ના તબક્કા જેના ગ્રંથો માં લખાયા છે,
આ છે મારું ભારત.
જે દેશો પોતાની સદ્ધરતા પર આજે ખૂબ હરખાય છે;
ચાણક્ય નીતિ આજે પણ એના અર્થતંત્ર માં વપરાય છે,
આ છે મારું ભારત.
જે ધરાની શક્તિ જોઈને સિકંદર પાછો વળી ગયો;
મર્કોપોલો ને જે દેશ માં પોતાનો ઈશ્વર મળી ગયો,
આ છે મારું ભારત.
આજે આપણા દેશ માં વિદેશી સાહિત્યો ભણાવાય છે;
જ્યારે યુરોપ માં આજે પુરાણો નું ભાષાંતર કરાવાય છે,
આ છે મારું ભારત.
માનવ વિકાસ અને સભ્યતાનો જ્યાં પાયો
નખાયો;
જે દેશે આ વિશ્વ ને ગીતાનો સાર સંભળાયો,
આ છે મારું ભારત.
જે દેશ પર કુદરતે પ્રેમની છૂટ્ટા હાથે લહાણી કરી;
મેક્સ મુલરે જે દેશ માટે પ્રશંસાની આ વાણી કહી,
આ છે મારું ભારત.
આ દેશ ની કણ કણ માંથી એવી સુવાસ આવે છે,
કે આજે પણ દુશ્મનો મરવા માટે સરહદ ને પાર આવે છે,
આ છે મારું ભારત.
જેની સંસ્કૃતિ ની સદીઓ થી ઉચ્ચકોટી માં ગણના થાય છે,
જ્યાં ના સ્તંભો માંથી પણ સંગીત માં સાત સૂર રેલાય છે,
આ છે મારું ભારત.
જેના મસ્તક પર પોતે હિમાલય છે બિરાજમાન;
ચરણરજ લેવા મહાસાગર ચરણમાં શોભાયમાન,
આ છે મારું ભારત.
“જે ધરતી પર ઈશ્વર ને અવતરવાની ઈચ્છા થાય છે,
ગર્વ છે મને એ ધરા પર જન્મ મળ્યો છે,
આ છે મારું ભારત.”
ધ્રુવ પટેલ (અચલ)