આ છે મારો ભારત દેશ
જ્યાં સાવ અલગ છે સહુના વેશ
ભલે વેશ છે અહીંયા અલગ અલગ
પણ હૈયે સહુના પ્રેમ નું એક જ ફલક
યુવાનો નો વિચાર પુંજ,
જ્ઞાનીઓનો પ્રકાશ પુંજ,
ભાવી છે જેનું ઉજ્જવળ,
એવી વિશ્વમાં સંભળાય છે ગુંજ
જ્યાં સાહિત્યમાં સરસ્વતી બિરાજે,
ચલણમાં મા લક્ષ્મી બિરાજે,
ધંધા ચાલે નીતિ થી,
એવો છે મારો દેશ
જ્યાં હળીમળીને રહે સહુ પ્રીતિ થી
જ્યાંની વાણી માં મીઠાશ છે,
માફ કરવાની તાકાત છે,
દુશ્મનને ય દોસ્ત કરી દે
એવા પ્રેમ નો વરસાદ છે
જ્યાં શિક્ષણ છે એક જાત્રા,
શબ્દથી શબદ સુધીની યાત્રા,
આ છે મારો દેશ જ્યાં
માણસાઈના દીવા તળે
અક્ષરોને અર્થની ઓળખ મળે
ઋષિ મુનિ ની જેની સંસ્કૃતિ છે,
જ્યાનું જીવન સ્વયં પ્રકૃતિ છે
ગર્વ છે મને હું ભારત માં નો લાલ છું
જરા ધ્યાનથી જોઈ લો હું ભારત ની આવતીકાલ છું.
દિપેશ શાહ