આ તિરાડોનું કામ કોનું છે?
વારસાગત મુકામ કોનું છે?
શાખે શાખે ગુલાબ બોલે છે,
કાન તો દે પયામ કોનું છે?
એક બેનામ ખત મને મળ્યો,
મુંજવણ છે , સલામ કોનું છે?
જીવ્વાની અનેક ચાહતમાં,
કોણ પૂછે છે જામ કોનું છે?
તારૂં-મારૂંના યુદ્ધમાં” સિદ્દીક”,
ક્યાં સુધી આ તમામ કોનું છે?
સિદ્દીકભરૂચી.