બોલવા ખાતર બોલે બધું,
લાગે મને ભાષણ વધુ,
હોડ લાગી છે જાણે અહીં,
દેખાડવા મોટી ભલાઈ,
આ તે કેવી માણસાઈ ?
ઠાઠ-માઠ અહીં સૌને ગમતા,
સોશીયલ સાઇટ્સ માં સ્ટેટસ મુકતા,
પરવા ક્યાં કદી કોઈની કરતા,
જતો હોય ત્યાં જીવ કોઈનો ને એને વિડિઓ લેવાની અધીરાઈ,
આ તે કેવી માણસાઈ ?
પ્રોફાઈલ ફોટા બદલતા બદલતા,
રોજ બદલાય સૌના ચહેરા-મહોરા,
ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ કે હોય અન્ય કોઈ સાઇટ્સ,
આ તે કેવી માણસાઈ ?
બેટી બચાવો, બેટી પઢાઓ,
નારા બોલી ને કર્યા ઘોંઘાટો,
કેટલા આ વાતને અનુસર્યા,
કોણ કરશે એનો ન્યાય,
આ તે કેવી માણસાઈ ?
આજે પણ દીકરી રોજ ફફડે,
હોય ગર્ભમાં, કે ગામમાં, ફફડે,
ક્યાં છે સુરક્ષિત એની પરછાઈ,
આ તે કેવી માણસાઈ ?
સૂરજને જરીક ઝંખે ત્યાં તો,
આખે આખું વન સળગે,
કંઠ કદાચ જો ટહુકે એનો,
આખેઆખો આંબો ધ્રૂજે,
નથી મળતો નાજુક પ્રકાશ ને,
અંધકારે કળી એક કરમાય,
આ તે કેવી માણસાઈ ?
પારુલ ઠક્કર “યાદે”