આંખો વ્હેતાં, હૈયું રોતું,
આ પસ્તાવો મન ધોતું.
ડંખો સ્હેતાં , હૈયું રોતું,
આ પસ્તાવો મન ધોતું.
સાચું, ખોટું, બહુ મેં કીધું,
સીધું, ઊંધું એ કીધું.
ડારો થાતાં હૈયું રોતું,
આ પસ્તાવો મન ધોતું.
લખ અરમાનો બોયા ત્યારે,
માનવ પન જાગ્યું સારે.
બસ પછતાતાં હૈયું રોયું,
આ પસ્તાવો મન ધોતું.
સાચી વાતો જાણી નાણી,
જૂઠ્ઠું લીધું પીછાણી.
મન પડઘાતાં હૈયું રોયું,
આ પસ્તાવો મન ધોતું.
હાથે કીધાં હૈયે વાગ્યા,
ત્યાં કોયલ આતમ જાગ્યા.
સત્ સમજાતાં હૈયું રોયું,
આ પસ્તાવો મન ધોતું.
કોકિલા રાજગોર