આ ભવસાગર નાં ફેરાં તારી નાંખજે
શેષનાગે ખાટલો મારોય ઢાળી રાખજે
રહેવા દેજે આબરૂ, ખુમારી,મુઠ્ઠી,વેણ
ઉઘાડો થાઉં એ પહેલાં મારી નાંખજે
જો હું સુધારવાં જાઈશ તો થશે ગોટા
તારી કૃતિ તું તારી રીતે સમારી નાંખજે
હૈયે કચરો ઘણો છે ને ઉડીનેય આવતો
મનમંદિર મારું તું રોજ વાળી નાંખજે
કાઢ્યાં છે એટલાં હવે ક્યાં છે કાઢવાનાં
તેરી ચૂપ,મેરી ભી ચૂપ જાળવી રાખજે
બરકજે હક્કથી વ્હાલાં, આવી જઇશ
મોકલતો ના યમ ને ચિઠ્ઠી ફાડી નાંખજે
– મિત્તલ ખેતાણી