રાવણને આવવું છે આપણી દુનિયામાં,
કહે છે મારે રાજ કરવું છે આ દુનિયામાં,
નારાદજી આવ્યા અને બોલ્યા,
તારા કરતા પણ અહંકારી માણસો છે ત્યાં,
તું ના જા તો જ સારું,બચીને રહેજે આ માણસ છે!
સાપ આવ્યો અને બોલ્યો ભગવાનને,
જલ્દી કરો તે દુનિયામાં જન્મ લેવો છે મારે,
ત્યારે ભગવાન તેને બોલ્યા,
તારા શરીરમાં જેટલું ઝહેર છે તેટલું તો તેમની આંખોમાં છે,
તું ત્યાં જન્મ ન લે તો જ સારું, બચીને રહેજે આ માણસ છે!
કાચંડો આવ્યો અને પૂછ્યું શું હું જઉં ત્યાં?
મારે પણ નવા મિત્રો બનાવવા છે ત્યાં,
ત્યારે ભગવાન તેને બોલ્યા,
તારા કરતા પણ વધારે રંગ બદલે છે,
તું ત્યાં ન જા તો જ સારું,બચી ને રહેજે આ માણસ છે!
છેલ્લે ભગવાન બોલ્યા, મારે અવતાર લેવો જ પડશે,
આ માણસોને પાઠ શીખડાવવો જ પડશે,
ફરીથી નારદ બોલ્યા,
દરેક માણસની સામે તેઓના અલગ અવતાર હોય છે,
તમે પણ સાવધાની તો રાખશો જ આ તમારું જ બનાવેલું ભયાનક પ્રાણી માણસ છે!
નીતિ સેજપાલ “તીતલી”