આ રાહ તારાં પ્રેમની, મંઝિલ વિનાની છે સફર,
ખુદ હમસફર પોતે બની, પામી જવાની છે સફર.
સહવાસ તારાં પ્રેમનો, આદત બની ગઈ છે હવે,
સમજાવ મારાં હૃદયને, પૂરી થવાની છે સફર.
ના દોડશો ઉતાવળે, સમજી જરા પગ માંડજો,
આ આગ થી મુશ્કેલ છે, મોજે રવાની છે સફર.
ખુદ માણવાની છે સફર, અા રાગ થી વૈરાગની,
છે પંથ તું ને તું જ મંઝિલ, જાણવાની છે સફર.
ક્યારે બનું ખુદ થી ખુદા, જો ખુદ મટે ખુદા બને,
ખુદને ઉપર લઈ જવા, ખુદ કાપવાની છે સફર.
દિપેશ શાહ “યુગ”