આવેલ ફરજો પાળજે, ત્યાં આ સમય વીતી જશે.
હારેલ ને સંભાળજે, ત્યાં આ સમય વીતી જશે.
છે રોગ આ વૈશ્વિક ના મટશે દવાથી એ તરત,
તું બ્હાર જવાનું ટાળજે, ત્યાં આ સમય વીતી જશે.
જેના સ્વજન હારી અને છોડી ગયા છે જેમને,
હામી તું ભર એ કાળજે, ત્યાં આ સમય વીતી જશે.
જે આજ છે ખુલ્લા નયન એ કાલ ખુલશે કે નહીં,
ઈશ્વરને એમાં ભાળજે, ત્યાં આ સમય વીતી જશે.
રાવણ મરાયો કંસ હાર્યો, ગ્રંથ બોલે વાત જે,
સો ગરણથી ગાળજે, ત્યાં આ સમય વીતી જશે.
પાયલ ઉનડકટ