ઈચ્છાઓ થઈ છે બળવત્તર,
સપનાંઓએ ફાડી પત્તર
તમે તેરની વાત કરો છો,
પણ અહીંયા તૂટે છે સત્તર
ઘર તો ખેર, ઘણું નાનું છે;
પણ માથે છે મોટું છત્તર
કોર્સ બ્હારનું પૂછાયું છે,
બોલ, શું દેવો આનો ઉત્તર?
મારી ગઝલો જોઈ એ બોલ્યા!
ઉકરડે છાંટ્યું છે અત્તર
કલમ ભરોસો રાખી બેઠી!
“નામ કરેગા મેરા પુત્તર”
~ હિમલ પંડ્યા