ઇચ્છા દુઃખની સર્જક છે,
મહાજ્ઞાનીઓ કહી ગયા,
તે છતાંય આપણે મુરખા,
ઈચ્છાની નદીમાં વહી ગયા.
પ્રેમને પામવાની ઈચ્છા કરી,
બીજામાં દખલ કરી ગયા.
અંતે આધિપત્ય ના મળ્યું તો,
એસિડમાં જીવન વહી ગયા.
સમજદાર હોવાના દેખાડામાં,
કેટલાયે ખાડામાં પડી ગયા.
અભિમાન વધારતી ઇચ્છાથી
જીવન યાંત્રિક બની ગયા.
– પ્રીત લીલા ડાબર vibrant writer