હોસ્પટલના બિછાને તમારી પાસે કોઈ ન હોય તે સમયે,
તમારા બેડની પાસેના સ્ટુલ પર ઈશ્વર બેઠો હોય છે.
રાતના સમયે સ્ટાફ જપી જાય ત્યારે પરમેશ્વર બેઠો હોય છે.
દર્દ અસહ્ય બને ને તે સમયે મુરલીધર તમારી પીઠ પસવારતો હોય છે.
ગ્લુકોઝના બાટલાની વહેતી ડ્રીપમાં મારો નાથ વહેતો હોય છે.
તમારા ક્ષેમકુશળને વહન કરનાર યોગેશ્વર હાજરાહજૂર હોય છે.
દવા, ઈન્જેકશનમા સંજીવની મિલાવવાનું કામ કોણ કરે છે?
નાણાંની અભાવે સારવાર અટકે ત્યારે શામળા બની હૂંડી ચુકવતો હોય છે.
નિહાળી શકો નહી એટલે વિહ્વળ બનો તેમાં તમારો દોષ નથી,
તર્ક, બુદ્ધિની ફૂટપટીથી મર્યાદા પુરુષોત્તમ રામને માપી શકો?
તમારી ભૂલ,અપરાધ,દોષ , શંકા કુશંકાને ઉદાર હ્દયે માફ કરે છે,
એટલે જ તમારા બેડની પાસેના સ્ટુલ પર ઈશ્વર બેઠો હોય છે.
ભરત વૈષ્ણવ