ઉંમર વિતી ગઈ જવાબદારીઓમાં,
ખુદ માટે તો જીવી શકાયું નહીં..
બીજાને ખુશ રાખવા ગયો જ્યારે,
પોતાને ખુશ રાખી શકાયું નહીં…
અનેક દુઃખો વેઠ્યા છે જીંદગીમાં,
તોયે સુખને માણી શકાયું નહીં..
ઈચ્છાઓ દફન થઈ ગઈ છે દિલમાં,
માગ્યું જે મેળવી શકાયું નહીં…
સફરમાં ચાલી તો રહ્યો છું હું પણ,
માર્ગ કેટલો છે જાણી શકાયું નહીં..
મંઝિલ નજરની સામે જ હતી મારી,
છતાં મંઝિલને પામી શકાયું નહીં..
✍️ કાનજી ગઢવી