પાનખર તો આવે ને જાય,
ઉગવાનું ના કદીયે છોડાય.
શરૂઆત હોય દમદાર પછી,
એક પછી એક સૌ જોડાય.
વાતચીત ને સંવાદ થઈ શકે,
માટે સંબંધો ના કદી તોડાય.
સમયસર નીકળવાનું રખાય,
પાછળથી પછી થોડું દોડાય?
હોય બાજીમાં ત્રણયે એક્કા,
પત્તા પછી તો થોડાં ખોલાય?
નિલેશ બગથરિયા “નીલ”