ના ફળે એવું બને નહીં કદીયે,
ઉત્તમ પ્રાર્થના થવી જોઈએ.
મળે જ ઇશ્વરનું સરનામું પણ,
સબળ સાધના થવી જોઈએ.
ગમતું મળી શકે છે આ જગે,
પ્રબળ કામના થવી જોઇએ.
જીવી જવું હોય મરીને પણ,
કેવળ નામના થવી જોઇએ.
બની શકવાને માણસ અહીં,
કાયમ ભાવના થવી જોઇએ.
નિલેશ બગથરિયા “નીલ”