ભાષા ભળે તો સોનામાં સુગંધ ભળે,
પણ, ભાવ જેના શબ્દ શબ્દ ઝરે,
હા.. એ ઉત્તમ રચના હોય…
જેના વાંચનથી મુખ પર સ્મિત હસે,
અથવા આંખોમાં આવી નમી વસે,
હા.. એ ઉત્તમ રચના હોય…
જેના વાંચનથી વાંચીને દરેક પાત્ર જચે,
જે એક અલગ કાલ્પનિક દુનિયા રચે,
હા.. એ ઉત્તમ રચના હોય…
જેના વાંચનથી હર એક હૈયું આ કહે,
રચનાકારનું ખુદનું હૈયું વાહ કહે,,
હા.. એ અતિ ઉત્તમ રચના હોય.