કાલ મોં ખોલીને ઉત્તર આપશે,
શબ્દ સૌ જોખીને ઉત્તર આપશે.
વ્રુક્ષનું આ મૌન કાલે સીમમાં,
આપને ઠોકીને ઉત્તર આપશે
એકએક હાથોમાં ખોટા કર્મ છે,
છાપરે પ્હોંચીને ઉત્તર આપશે.
વૉટ-ક્રુપાથી જ જોવું છું જગત,
મીડિયા પોંખીને ઉત્તર આપશે.
હર સડક પર સાચવીને ચાલજે,
કાયદા રોકીને ઉત્તર આપશે.
નાસમજ બાળક છે મારા ગામના,
પૂછશો, ગોખીને ઉત્તર આપશે.
એટલા” સિદ્દીક” બીઝી લોક છે,
હાથ બે, જોડીને ઉત્તર આપશે.
સિદ્દીકભરૂચી.