અકળાયેલી ખાલીપાસભર છે ઉદાસ સાંજ આસ-પાસ,
આવી શકે તો મળવા આવ સખી, બનીને મારી ખાસ-ખાસ.
હૃદયની શિરાઓમાં રુધિરના ઉફાનમાં ઉઠી છે નાસ-નાસ!
જડમૂળથી ખેંચાઈ રહેલી રક્તધારાઓનો મહીં ત્રાસ-ત્રાસ.
પેટાળને ચીરીને લાવારસની ઊગી છે કેવી પ્યાસ-પ્યાસ,
ચારેકોર બ્રહ્માંડમાં ઝંઝાવાનો થઈ રહ્યો અહીં ભાસ-ભાસ.
ખોળિયું બનાવી દીધું છે મેં કબર, શું કરવા હવે શ્વાસ-શ્વાસ?
ગીધડાઓને કાઢી આપ્યું મારા હાથોથી જ મેં માંસ-માંસ.
તોયે ભીતરે દબાઇ રહી છે નેહકૂંપળની કોઈ આશ-આશ,
જો તું આવે સખી રુવાંટી મહીં પ્રેમનું ઉગશે ઘાસ-ઘાસ.
અનિરુદ્ધ ઠકકર “આગંતુક”