કોઈક છે જેને તમે મેળવી શકતા નથી,
કોઈક છે જેને તમે છોડી શકતા નથી.
બસ, આ મધુર કંજૂસી એકતરફી પ્રેમ છે.
કોઈક છે જેને તમે રોજ યાદ કરો છો,
પણ એની સાથે વાત કરી નથી શકતા.
તમારા માટે નહિ પણ પરંતુ એની ખુશી ખાતર.
બસ, આ બલિદાન એકતરફી પ્રેમ છે.
જ્યારે જગતને જણાવવા માંગો છો,
વિશ્વ સમક્ષ તમારા પ્રેમની કબૂલાત કરવા માંગો છો,
પણ મારી નાખો છો લાગણીઓને અંતરની અંદર,
બસ, આ લાચારી એકતરફી પ્રેમ છે.
કોઈક છે જેના માટે દરરોજ પ્રાર્થના કરો છો.
ભગવાનને એની સંભાળ રાખવાનો દર ચૂકવો છો,
ખૂબ ભય છે એને ગુમાવી દેવાનો પળે પળ,
બસ, આ ગુમનામ ડર એકતરફી પ્રેમ છે.
કોઈક છે જેના નામે આખી દુનિયા કરવા માંગો છો,
કોઈક છે જેની આખી દુનિયા ફક્ત તમે છો,
સમર્પિત નથી કરી શકતા પોતાને બીજા પર,
બસ, આ જ સમર્પણ એકતરફી પ્રેમ છે.
કોઈક છે જેને તમે પકડી રાખવા માંગો છો.
પણ જાણો છો કે તમારે તેને છોડવું પડશે,
સમયની આ માંગ સામે મજબૂર છો
બસ, આ મજબૂરી સાથે જીવવું એકતરફી પ્રેમ છે.