કોઈને પોતાનુ માની લેવું મોટી વાત નથી,
કોઈને પોતાનુ બનાવી રાખવું મોટી વાત છે.
સારા અને ખરાબ સમય સાથે કયાં કોઈ,
આપણું થઈ જાય ખબર નથી પડતી.
ખબર ત્યારે પડે છે, જયારે દુઃખ થાય છે,
એકલતાનો અનુભવ થાય છે.
કારણ કે,
જયાં તારું મારુંમાંથી આપણુ થઈ જાય છે.
જયાં કોઈક પોતાનું થઈ જાય છે.
ત્યાં આશાઓ આપો આપ વધવા માંડે છે..
જેથી કોઈને પોતાનુ બનાવજો.
પરંતુ પોતાનું સમજી ન લેતા…
દિવ્યા પટેલ