એક એકલો શ્યામ ને પ્રશ્નો ઝાઝા.
કોણ હતી મીરા ને કોણ હતી રાધા?
એક જ હતી પ્રીત ને જુદી જુદી ગાથા.
ભક્તિ ભળી તો મીરા, વેદના ભળી તો રાધા.
એક મૂર્તિ પ્રેમ ની ને જુદા જુદા વાઘા.
શ્રધ્ધા થી શોભી મીરા, ત્યાગ થી શોભી રાધા.
પ્રેમ ની શક્તિ ના બે આદર્શ પુરાવા.
વિષ પર જીતી મીરા,વિરહ પર જીતી રાધા.
આળ પણ કેવા માધવ પર લાગ્યા?
તરસાવી તેં મીરા, તરછોડી તેં રાધા.
–હાર્દિક મકવાણા(હાર્દ)