તારા માં વસી જાઉં એવી….
કોઈ સાંજ આપી દે મને…
તારા માં જ ખોવાઈ જાઉં એવી…
કોઈ આજ આપી દે મને…
થાકી ગયો છું ભટકી ભટકી….
તારા માં વસી જાઉં…
એવી કોઈ મુલાકાત આપી દે મને.
સરનામું આપી દે, હવે મને તું…
તારા હ્રદય નું….
જેમાં કાયમ માટે વસી શકું….
એવી કોઈ તક આપી દે મને…
બસ તારા માં જ વસી શકું…
એવી કોઈ તક આપી દે મને…
બસ, એક તક આપી દે મને…
એક તક આપી દે મને….
– હેતલ જોષી