આજે થશે મારા જીવનસાથી જોડે પહેલી મુલાકાત,
મારે એમને કરવી છે એક નાનકડી વાત.
હવે જો આવ્યો છે મારા હાથમાં તમારો હાથ,
છેલ્લી ઘડી સુધી નિભાવીશ હું તમારો સાથ.
આપણે મળ્યા દુનિયાને આપીને માત,
આપણાં મિલનનો ઘણાને લાગ્યો આઘાત.
પણ કાયમ નથી રહેવાની આ અંધારી રાત,
વિશ્વાસ રાખો, આશાનો સૂર્યોદય થશે મારા નાથ.
જયારે એ મને આલિંગન કરી ભરશે બાથ,
ત્યારે હું એમને કરીશ મારા મનની આ નાનકડી વાત.
-શમીમ મર્ચન્ટ