ઊડવા દૉ ઊડવા દૉ ઊડવુ છે મારે,
એક બંધ પિંજરામાં હવે નથી રહેવું મારે…
દાણા આપશૉ પાણી આપશો,
પણ આ બંધ પિંજરામાં શ્વાસ કયાંથી લાવશો મારા માટે???
પિંજરૂ સજાવશો, બધી સગવડતા અપાવશો,
પણ ખુલ્લા આકાશ ની મોકળાશ કયાંથી લાવશો મારા માટે???
સમજું છું ભુખ્યા શિકારી બેઠા છે મારી રાહ મા,
કયારે ઉડુ એકલી બસ એજ તાક મા…
પણ પાંખો પર મારી છે વિશ્વાસ મને,
ઊડી જઈશ પણ વીંધવા નહીં દઉં મારી જાતને..
રીત રસમ ની બેડીઓ તોડી,
ઊંચા આ આભમાં ઊડવું છે મારે…
પર્વતો નદી ઑ સર કરવી છે મારે…
એક વિજય પથ તિરંગો લહેરાવવો છે મારે..
પંખી બની નથી રહેવું “એન્જલ” બનવુ છે હવે મારે…
તોડી સોનાનુ પિંજરૂ હવે ઊડી જવું છે મારે…
~ આરતી રામાણી “એન્જલ”
Continue Reading