કેટકેટલા શોખ તારા,
કેટકેટલા શોક મારા,
કેટકેટલી નદીઓ તારી પાસે,
કેટકેટલી નદીઓ મારી આંખે,
તું સપના જોવે ને પૂરા થાય,
હું સપના જોઉં તો લાગે હાય,
તારી પાસે કપડા કેટલાં અણગમતા,
મારી પાસે પ્રશ્નો કેટલાંય સળગતા,
કેટકેટલી જીદો તારી પુરી,
કેટકેટલી જરૂરતો મારી અધૂરી,
કેટકેટલી મરજીઓ તું ચલાવે,
કેટકેટલી અરજીઓ મારી તું ફગાવે,
કેટકેટલા અન્યાય સામે હું ચૂપ,
એક વિનંતી પ્રભુને,
હવે મારા આ પ્રશ્નો પર એક પૂર્ણવિરામ મૂક.
દિશા શાહ