એક વિશ્વ
હે ભગવાન,
મને એવા વિશ્વમાં લઈ જાઓ….
હોય જ્યાં બસ શાંતિ અને ક્ષમા,
નફરત અને ઈર્ષ્યા વિનાની દુનિયા,
સલામતીથી ભરેલું એક વિશ્વ.
એક વિશ્વ, જ્યાં નાણાંનો વિજય થતો નથી.
એક વિશ્વ, જ્યાં તમામ ભ્રષ્ટાચાર સફળ થતા નથી.
એક વિશ્વ, જ્યાં બધા સાથે રહે છે.
એક વિશ્વ, જ્યાં બધા સારા અને માયાળુ છે.
એક વિશ્વ, જ્યાં કોઈ પાછળ પડતું નથી.
એક વિશ્વ, જ્યાં સહુ એકબીજાને મદદ કરે છે.
એક વિશ્વ, જ્યાં છોકરીઓ અને છોકરાઓ સમાન છે.
એક વિશ્વ,જ્યાં કોઈ ગુનો નથી.
એક વિશ્વ, જ્યાં બધું દૈવી છે.
એક વિશ્વ, જ્યાં કોઈ શ્રીમંત અને ગરીબ નથી
એક વિશ્વ, જ્યાં બધું અને બધા સુંદર છે.
એક વિશ્વ, જ્યાં વૃદ્ધો સાચા સોનાની જેમ રહે છે.
એક વિશ્વ, જ્યાં બધા પ્રકૃતિ અને પ્રાણીઓની સંભાળ રાખે છે.
એક વિશ્વ, જ્યાં બધું ખુશ અને સંપૂર્ણ છે