પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી,
એક સરકતો એહસાસ છે જિંદગી.
કદી કોઈને તમે પુછો ના કોઈની કહાની,
અહીંયા હોય છે બધાની અલગ જુબાની.
કેવળ કેવળ જાતની તપાસ છે જિંદગી.
પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી.
સ્વજન વિખૂટું થાય એને ખબર પડે,
આંખથી ઝાઝું હૈયું પળપળ રડે.
આંખે અંધારુને આછો ચિરાગ અજવાસ છે જિંદગી.
પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી.
જાણ છતાં અજાણ થઈને રહીએ,
મદદ ના કરીએ ને તકલીફને ગણીએ,
જાણી લે આખરી મુકામ સ્મશાન છે જિંદગી.
પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી.
જે આવી પળ જરા સ્વીકારવી પડે,
ટેકો દઈ ખુદને જિંદગી રફતારમાં લાવવી પડે.
ગઈ પળ તે ગઈ ,આજનો અવકાશ છે જિંદગી.
પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી.
પળમાં શ્વાસ ,ને પળમાં રાખ છે જિંદગી,
એક સરકતો એહસાસ છે જિંદગી.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી ‘પ્રકાશ’